Pular para o conteúdo
Publicidade

રોમનોને પત્ર 12:3,6-8

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

શરીર એક: અવયવો ઘણાં

3 વળી મને આપેલા કૃપાદાનને આશરે હું તમારામાંના દરેક જણને કહું છું કે, પોતાને જેવો ગણવો જોઈએ, તે કરતાં વિશેષ ન ગણવો; પણ જે પ્રમાણે ઈશ્વરે દરેકને વિશ્વાસનું માપ વહેંચી આપ્યું છે, તેના પ્રમાણમાં દરેકે પોતાને યોગ્ય ગણવો.

6 આપણને જે કૃપા આપવામાં આવી છે, તે પ્રમાણે આપણને જુદાં જુદાં કૃપાદાન મળ્યાં છે; તેથી જો બોધ કરવાનું કૃપાદાન મળ્યું હોય, તો પોતાના વિશ્વાસના પ્રમાણમાં તેણે બોધ કરવો; 7 અથવા જો સેવાનું, તો સેવામાં લાગુ રહેવું; વળી જે શિક્ષક હોય તેણે શિક્ષણ આપવામાં લાગુ રહેવું; 8 જે સુબોધ કરનાર, તેણે સુબોધ કરવામાં વ્યસ્ત રહેવું; જે દાન આપે છે, તેણે ઉદારતાથી આપવું; જે અધિકારી છે, તેણે ખંતથી અધિકાર ચલાવવો; અને જે દયા રાખે છે તેણે હર્ખથી દયા રાખવી.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    3 કારણ કે મને આપેલી કૃપાથી હું તમારામાંના દરેકને કહું છું: તમારે પોતાને જે જોઈએ છે તે કરતા વધુ ન ગણો, પણ ઈશ્વરે તમારામાંના દરેકને જે વિશ્વાસ વહેંચ્યો છે તે પ્રમાણે સંયમથી પોતાને ગણો. 6 આપણને દરેકને આપેલી કૃપા પ્રમાણે આપણને જુદાં જુદાં દાન મળ્યા છે. જો તમને પ્રબોધ કરવાનું દાન મળ્યું હોય તો તમારાં વિશ્વાસનાં પ્રમાણમાં પ્રબોધ કરવો; 7 જો સેવા કરવાનું હોય, તો સેવા કરો; શિક્ષણ આપવાનું દાન હોય, શિક્ષણ આપો; 8 જો પ્રોત્સાહન આપવાનું હોય, તો પ્રોત્સાહન આપો; જો આપવાનું હોય, તો ઉદારતાથી આપો; જો આગેવાનનું હોય, તો તે ખંતથી કરો; જો દયા બતાવવાનું હોય, તો ઉમંગથી કરો.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.