Pular para o conteúdo
Publicidade

રોમનોને પત્ર 3:21-26

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

ઈશ્વરે રજૂ કરેલો મુક્તિનો માર્ગ

21 પણ હમણાં ઈશ્વરનું એવું ન્યાયીપણું પ્રગટ થયું છે કે જે નિયમશાસ્ત્રને આધારિત નથી, અને જેની ખાતરી નિયમશાસ્ત્ર તથા પ્રબોધકો આપે છે; 22 એટલે ઈશ્વરનું ન્યાયીપણું, જે ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસદ્વારા સર્વ વિશ્વાસ કરનારાઓને માટે છે તે; કેમ કે એમાં કંઈ પણ તફાવત નથી.

23 કારણ કે બધાએ પાપ કર્યું છે અને ઈશ્વરના મહિમા વિષે બધા અધૂરાં રહે છે; 24 પણ ખ્રિસ્ત ઈસુમાં જે ઉદ્ધાર છે, તેમની મારફતે ઈશ્વરની કૃપાએ તેઓ વિનામૂલ્યે ન્યાયી ગણાય છે.

25 ઈશ્વરે તેમને તેમના રક્ત પરના વિશ્વાસથી લોકો માટે પ્રાયશ્ચિત થવા માટે ઠરાવ્યાં, કે જેથી અગાઉ થયેલાં પાપની માફી અપાઈ તે વિષે તે પોતાનું ન્યાયીપણું બતાવે; 26 એટલે કે વર્તમાન સમયમાં તે ઈશ્વરની ધીરજમાં પોતાનું ન્યાયીપણું પ્રદર્શિત કરે, જેથી પોતે ન્યાયી રહીને ઈસુ પર વિશ્વાસ રાખનારને ન્યાયી ઠરાવનાર થાય.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    21 પણ નિયમશાસ્ત્ર વિના ઈશ્વરનું ન્યાયીપણું પ્રગટ થયું છે, જેની સાક્ષી નિયમશાસ્ત્ર અને પ્રબોધકો આપે છે. 22 ઈસુ મસીહ પરનાં વિશ્વાસ વડે સર્વ વિશ્વાસ કરનારાઓને આ ન્યાયીપણું આપવામાં આવ્યું છે, એમાં યહૂદી અને વિદેશી વચ્ચે કોઈ પ્રકારનો ભેદભાવ નથી. 23 કારણ કે સઘળાંએ પાપ કર્યું છે અને સઘળાં ઈશ્વરના મહિમા વિશે અધૂરા છે. 24 અને મસીહ ઈસુથી થયેલા ઉધ્ધાર દ્રારા તેમની કૃપાથી બધા વિનામુલ્ય ન્યાયી ઠરે છે. 25 ઈશ્વરે મસીહને તેમના લોહી વહેવડાવીને પ્રાયશ્ચિતનાં બલિદાન તરીકે રજૂ કર્યા, વિશ્વાસ દ્ગારા સ્વીકારવા માટે તેમણે આ રીતે પોતાનું ન્યાયીપણું દશાઁવ્યુ, કારણ કે તેમની ધિરજમાં તેમણે અગાઉ થયેલા પાપોની સજા કર્યા વિના છોડી દીધા હતા. 26 વર્તમાન સમયમાં તે પોતાનું ન્યાયીપણું દેખાડે જેથી તે ન્યાયી રહીને ઈસુમાં વિશ્વાસ રાખનારાઓને ન્યાયી ઠરાવે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.