Pular para o conteúdo
Publicidade

રોમનોને પત્ર 6:4-7,11

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

4 તે માટે આપણે બાપ્તિસ્મા દ્વારા તેમની સાથે મરણમાં દફનાવાયા, કે જેમ ખ્રિસ્તને પિતાના મહિમાથી મૃત્યુ પામેલાઓમાંથી સજીવન કરવામાં આવ્યા તેમ જ આપણે પણ નવા જીવનમાં ચાલીએ. 5 કેમ કે જો આપણે તેમના મરણની સમાનતામાં તેમની સાથે જોડાયાં, તો તેમના મરણોત્થાનની સમાનતામાં પણ જોડાયેલાં થઈશું.

6 આપણે જાણીએ છીએ કે આપણું જૂનું મનુષ્યત્વ તેમની સાથે વધસ્તંભે એ માટે જડાયું કે પાપનું શરીર નિરર્થક થાય; એટલે હવે પછી આપણે પાપના દાસત્વમાં રહીએ નહિ. 7 કેમ કે જે મૃત્યુ પામેલો છે તે ન્યાયી ઠરીને પાપથી મુક્ત થયો છે.

11 તેમ તમે પોતાને પણ પાપ સંબંધી મૃત્યુ પામેલા, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વર સંબંધી જીવતા ગણો.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    4 તે માટે આપણે બાપ્તિસ્મા દ્વારા તેની સાથે મરણમાં દટાયા, કે જેથી મસીહ પિતાનાં દ્ગારા મૃત્યુમાંથી સજીવન થયા. તેમ આપણે પણ નવું જીવન જીવીએ.

    5 કારણ કે જો આપણે તેનાં મરણની સમાનતામા તેમની સાથે એકરૂપ થયા. તો તેમના પુનરુત્થાનની સમાનતામા આપણે એકરૂપ થઇશુ. 6 આપણે જાણીએ છીએ કે આપણું જુનું માણસપણું ક્રૂસે જડાયું જેથી આપણું શરીર પાપનાં અંકુશમાં ન રહે અને આપણે પાપની ગુલામીમાં ન રહીએ 7 કારણ કે જે કોઇ મૃત્યુ પામ્યું છે તે પાપથી મુક્ત થયો છે.

    11 એ જ રીતે, તમે પણ પાપને લીધે મરેલાં પણ મસીહ ઈસુમાં ઈશ્વરને લિધે જીવતાં ગણો.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.