Pular para o conteúdo
Publicidade

યાકૂબનો પત્ર 2:14-17,26

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

વિશ્વાસ અને કરણીઓ

14 મારા ભાઈઓ, જો કોઈ કહે છે કે, ‘મને વિશ્વાસ છે,’ પણ જો તેને કરણીઓ ન હોય, તો તેથી શો લાભ થાય? શું એવો વિશ્વાસ તેનો ઉદ્ધાર કરી શકે છે? 15 જો કોઈ ભાઈ અથવા બહેન નિર્વસ્ત્ર હોય અને રોજનો પૂરતો ખોરાક ન હોય, 16 અને તમારામાંનો કોઈ તેઓને કહે કે ‘શાંતિથી જાઓ, તાપો અને તૃપ્ત થાઓ;’ તોપણ શરીરને જે જોઈએ તે જો તમે તેઓને ન આપો, તો શો લાભ થાય? 17 તેમ જ વિશ્વાસ પણ, જો તેની સાથે કરણીઓ ન હોય, તો તે એકલો હોવાથી નિર્જીવ છે.

26 કેમ કે જેમ શરીર આત્મા વગર નિર્જીવ છે, તેમ જ વિશ્વાસ પણ કાર્યો વગર નિર્જીવ છે.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    14 ભાઈઓ અને બહેનો, જો કોઇ કહે કે મને વિશ્વાસ છે પણ જો કરણીઓ ન હોય, તો તેથી શો લાભ થાય? શું એવો વિશ્વાસ તેને તારી શકે ખરો? 15 તમારાં કોઈ ભાઈ કે બહેન ખોરાક અને કપડાં વગરનાં હોય, 16 અને તમારામાંનો એક કહે કે, "શાંતિએ જા, ખાઈ પીને તૃપ્ત થા!" તોપણ શરીરને જે જોઈએ તે જો તમે તેઓને ન આપો, તો તેથી શો લાભ થાય? 17 એ જ પ્રમાણે, વિશ્વાસ પણ, જો તેની સાથે કરણીઓ ન હોય, તો તે એકલો હોવાથી નિજીઁવ છે.

    26 જેમ આત્મા વગર શરીર નિર્જીવ છે, તેમ કાર્ય વગરનો વિશ્વાસ પણ નિર્જીવ છે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.