Pular para o conteúdo
Publicidade

યાકૂબનો પત્ર 5:4,16,19,20

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

4 જુઓ, જે મજૂરોએ તમારાં ખેતરમાં મહેનત કરી છે, તેઓની મજૂરી તમે દગાથી અટકાવી રાખી છે, તે બૂમ પાડે છે અને મહેનત કરનારાઓની બૂમ સૈન્યોના પ્રભુએ સાંભળી છે.

16 તમે નીરોગી થાઓ માટે પોતાના પાપ એકબીજાની પાસે કબૂલ કરો, એકબીજાને માટે પ્રાર્થના કરો; ન્યાયી માણસની પ્રાર્થના પરિણામે બહુ સાર્થક થાય છે.

19 મારા ભાઈઓ, જો તમારામાંનો કોઈ સત્ય માર્ગ તજીને અવળે માર્ગે ભટકી જાય અને કોઈ તેને પાછો ફેરવે, 20 તો તેણે જાણવું કે પાપીને તેના અવળે માર્ગમાંથી જે પાછો વાળે છે, તે એક જીવને મૃત્યુથી બચાવશે અને તેના સંખ્યાબંધ પાપને ઢાંકી દેશે.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    4 જુઓ, તમારાંં ખેતરોમાં કાપણી કરનાર મજૂરોને છેતરપિંડી કરીને તમે વેતન આપ્યું નથી અને કાપણી કરનારાઓનો પોકાર સવઁશક્તિમાન ઈશ્વરના કાને પહોંચ્યો છે.

    16 તમે નિરોગી થાઓ માટે એકબીજાની આગળ તમારાંં પાપ કબૂલ કરો અને એકબીજા માટે પ્રાર્થના કરો. ન્યાયી માણસની પ્રાર્થનામાં સામર્થ્ય હોય છે અને અસરકારક હોય છે.

    19 મારા ભાઈઓ અને બહેનો, જો કોઈ તમારામાંથી સત્યથી ભટકી જાય, અને કોઈ તેને પાછો લાવે, 20 યાદ રાખો: જે કોઈ પાપીને તેના ભૂલભરેલા માગઁથી ફેરવશે તો તે એક પ્રાણને મૃત્યુમાંથી બચાવશે, અને ઘણા બધા પાપોને ઢાંકશે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.