Pular para o conteúdo
Publicidade

તિતસને પત્ર 1:5-9

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

ક્રીતમાં તિતસની સેવા

5 જે કામ અધૂરાં હતાં તે તું યથાસ્થિત કરે અને જેમ મેં તને આજ્ઞા આપી હતી તેમ તું નગરેનગર વડીલો ઠરાવે; તે માટે મેં તને ક્રીતમાં રાખ્યો હતો.

6 જો કોઈ માણસ નિર્દોષ હોય, એક સ્ત્રીનો પતિ હોય, જેનાં છોકરાં વિશ્વાસી હોય, જેમનાં ઉપર દુરાચારનો આરોપ મૂકવામાં આવ્યો ન હોય અને જેઓ ઉદ્ધત ન હોય, તેવા માણસને અધ્યક્ષ ઠરાવવો. 7 કેમ કે અધ્યક્ષે ઈશ્વરના પરિવારના કારભારી તરીકે નિર્દોષ હોવું જોઈએ; સ્વછંદી, ક્રોધી, અતિ મદ્યપાન કરનાર, હિંસક કે નીચ લાભ વિષે લોભી હોય એવા હોવું જોઈએ નહિ.

8 પણ તેણે આગતા-સ્વાગતા કરનાર, સત્કર્મનો પ્રેમી, સ્પષ્ટ વિચારનાર, ન્યાયી, પવિત્ર, આત્મસંયમી 9 અને ઉપદેશ પ્રમાણેના વિશ્વાસયોગ્ય સંદેશને દૃઢતાથી વળગી રહેનાર હોવું જોઈએ; એ માટે કે તે શુદ્ધ શિક્ષણ દ્વારા લોકોને ઉત્તેજન આપવાને તથા વિરોધીઓની દલીલોનું ખંડન કરવાને શક્તિમાન થાય.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    5 મેં તને ક્રીતમાં એટલા માટે રાખ્યો કે જે કામો અધૂરા છે તે તું વ્યવસ્થિત કરે અને જે આજ્ઞા આપી હતી તે પ્રમાણે દરેક શહેરમાં વડીલોની નિમણૂક કરે. 6 વડીલ નિદોઁષ હોય, તેની સ્ત્રીને વિશ્વાસુ હોય, જેના બાળકો વિશ્વાસુ હોય અને જેના પર અનાદર કે આજ્ઞાનું ઉલ્લંધન કરવાનો આરોપ ન હોય. 7 આગેવાન ઇશ્વરના ઘરનો કારભારી છે, તે નિદોઁષ હોવો જોઈએ, તે સ્વછંદી, ક્રોધી, દારૂડિયો, ઝઘડાખોર કે નીચ લાભનો દ્રવ્યલોભી હોવો ન જોઈએ. 8 તેના બદલે, તે મહેમાનગતી કરનાર, જે સારું છે તેના પર પ્રીતિ કરનાર, સંયમી, ન્યાયી, પવિત્ર અને શિસ્તબધ્ધ હોવો જોઈએ. 9 તે વિશ્વાસયોગ્ય ઉપદેશને દ્રઢતાથી વળગી રહેનાર હોવો જોઈએ, જેથી તે બીજાઓને શુધ્ધ સિધ્ધાંત દ્રારા ઉતેજન આપી શકે અને તેનો વિરોધ કરનારાઓને ઠપકો આપી શકે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.

Tito
Ver todos os capítulos de Tito