4 પણ ઈશ્વર આપણા ઉદ્ધારકર્તાની દયા તથા માનવજાત પરનો તેમનો પ્રેમ પ્રગટ થયો, 5 ત્યારે આપણાં પોતાનાં કરેલાં ન્યાયીપણાનાં કામોથી નહિ, પણ તેમની દયા પ્રમાણે નવા જન્મનાં સ્નાનથી તથા પવિત્ર આત્માનાં નવીનીકરણથી તેમણે આપણને બચાવ્યા. 6 પવિત્ર આત્માને તેમણે આપણા ઉદ્ધારકર્તા ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણા ઉપર પુષ્કળ વરસાવ્યા છે; 7 જેથી આપણે તેમની કૃપાથી ન્યાયી ઠરીને, આશા પ્રમાણે અનંતજીવનના વારસ થઈએ.
Publicidade
તિતસને પત્ર 3:4-7
IRVGUJ Indian Revised Version Gujarati - 2019
Em outras traduções
- OGCB Bíblia Contemporânea Aberta Gujarati
4 પરંતુ જયારે આપણા તારનારની દયા અને તેમનો પ્રેમ પ્રગટ થયાં, 5 ત્યારે આપણા પોતાના કરેલાં ન્યાયીપણાના કૃત્યોને લીધે નહિ, પણ તેમની દયાથી, પુનજઁન્મના સ્નાનથી તથા પવિત્ર આત્માથી થયેલા નવીનીકરણથી તેમણે આપણો ઉધ્ધાર કર્યો. 6 તેણે તેમને આપણા તારનાર પ્રભુ ઈસુ મસીહની મારફતે આપણા પર ભરપૂરપણે રેડી દીધો. 7 જેથી, તે આપણને તેમની કૃપાથી ન્યાયી જાહેર કરે, અને જે અનંતજીવન પ્રાપ્ત કરવાની આશા આપણે રાખીએ છીએ તેનાં આપણે વારસ બનીએ.
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.