Pular para o conteúdo
Publicidade

કરિંથીઓને પહેલો પત્ર 14:26-29,33,40

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

મંડળીમાં વ્યવસ્થા

26 ભાઈઓ તથા બહેનો જયારે તમે એકઠા થાઓ છો ત્યારે તમારામાંના કોઈ ગીત ગાય છે, કોઈ પ્રકટીકરણ કરે છે, કોઈ અન્ય ભાષા બોલે છે કોઈ તેનો અર્થ સમજાવે છે; આ બધું ઉન્નતિને માટે થવું જોઈએ. 27 જો કોઈ અન્ય ભાષા બોલે, તો બે અથવા વધારેમાં વધારે ત્રણ માણસ વારાફરતી બોલે છે; અને એક જેણે ભાષાંતર કરવું. 28 પણ જો ભાષાંતર કરનાર ન હોય તો વિશ્વાસી સમુદાયમાં તેણે છાના રહેવું અને માત્ર પોતાની તથા ઈશ્વરની સાથે બોલવું.

29 બે કે ત્રણ પ્રબોધકો બોલે, અને બીજાઓ તેની સમીક્ષા કરે.

33 ઈશ્વર અવ્યવસ્થાના ઈશ્વર નથી, પણ શાંતિના ઈશ્વર છે.

જેમ સંતોની સર્વ મંડળીઓમાં ચાલે છે તેમ,

40 પણ બધું ઈશ્વરને શોભે એ રીતે તથા વ્યવસ્થાપૂર્વક કરવામાં આવે.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    26 તો પછી ભાઈઓ અને બહેનો, આપણે શું કહીએ? તમે જયારે એકઠાં થાવ છો, ત્યારે કોઈ ગીત ગાય છે, કોઈ ઉપદેશ કરે છે, કોઈ પ્રકટીકરણ જાહેર કરે છે, કોઈ અન્યભાષા બોલે છે, અને કોઈ તેનો અર્થ સમજાવે છે. પણ જે કાંઈ તમે કરો તે બધું જ મંડળીની ઉન્નતિને અર્થે થવું જોઈએ. 27 જો કોઇ અન્યભાષા બોલે, તો બે કે વધુમાં વધુ ત્રણ જણ બોલે, અને તે પણ વારાફરતી, અને એક તેનો અથઁ સમજાવે. 28 પરંતુ ભાષાંતર કરી શકે એવો કોઈ ન હોય તો મંડળીમાં બોલનારે શાંત રહીને મનોમન ઈશ્વરની સાથે બોલવું.

    29 બે કે ત્રણ પ્રબોધ કરે અને બીજા તે શું કહે છે તેની તુલના કરે. 33 કેમકે ઈશ્વર અવ્યવસ્થાનો નહિ પણ વ્યવસ્થાના ઈશ્વર છે, જેમ બીજે પ્રભુના લોકોમાં ચાલે છે તેમ.

    40 પણ તમે જે કાંઈ કરો, તે બધું જ ઉચિત અને વ્યવસ્થિત રીતે કરો.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.