શિસ્તબધ્ધ આરાધના
26 તો પછી ભાઈઓ અને બહેનો, આપણે શું કહીએ? તમે જયારે એકઠાં થાવ છો, ત્યારે કોઈ ગીત ગાય છે, કોઈ ઉપદેશ કરે છે, કોઈ પ્રકટીકરણ જાહેર કરે છે, કોઈ અન્યભાષા બોલે છે, અને કોઈ તેનો અર્થ સમજાવે છે. પણ જે કાંઈ તમે કરો તે બધું જ મંડળીની ઉન્નતિને અર્થે થવું જોઈએ. 27 જો કોઇ અન્યભાષા બોલે, તો બે કે વધુમાં વધુ ત્રણ જણ બોલે, અને તે પણ વારાફરતી, અને એક તેનો અથઁ સમજાવે. 28 પરંતુ ભાષાંતર કરી શકે એવો કોઈ ન હોય તો મંડળીમાં બોલનારે શાંત રહીને મનોમન ઈશ્વરની સાથે બોલવું.
29 બે કે ત્રણ પ્રબોધ કરે અને બીજા તે શું કહે છે તેની તુલના કરે. 33 કેમકે ઈશ્વર અવ્યવસ્થાનો નહિ પણ વ્યવસ્થાના ઈશ્વર છે, જેમ બીજે પ્રભુના લોકોમાં ચાલે છે તેમ.
40 પણ તમે જે કાંઈ કરો, તે બધું જ ઉચિત અને વ્યવસ્થિત રીતે કરો.