Pular para o conteúdo
Publicidade

યોહાનનો પહેલો પત્ર 4:1-3

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

સાચો આત્મા તેમ જ જૂઠો આત્મા

1 વહાલાંઓ, દરેક આત્મા પર વિશ્વાસ ન રાખો, પણ આત્માઓ ઈશ્વરથી છે કે નહિ એ વિષે તેઓને પારખી જુઓ; કેમ કે દુનિયામાં જૂઠાં પ્રબોધકો ઘણાં ઊભા થયા છે. 2 ઈસુ ખ્રિસ્ત દેહમાં આવ્યા છે, એવું જે દરેક આત્મા કબૂલ કરે છે તે ઈશ્વરનો છે, તેથી તમે ઈશ્વરનો આત્મા ઓળખી શકો છો. 3 જે આત્મા ઈસુ ખ્રિસ્ત દેહમાં આવ્યા તેવું કબૂલ કરતો નથી તે ઈશ્વરનો નથી; અને ખ્રિસ્ત-વિરોધીનો આત્મા જે વિષે તમે સાંભળ્યું કે તે આવે છે, તે એ જ છે અને તે હમણાં પણ દુનિયામાં છે.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    1 પ્રિય મિત્રો, દરેક આત્મા પર વિશ્વાસ ન કરશો, પણ ખાતરી કરો કે એ આત્મા ઈશ્વર તરફથી છે કે નહિ, કેમકે જગતમાં જૂઠા પ્રબોધકો ઘણાં ઊભા થયા છે. 2 ઈસુ મસીહ મનુષ્યદેહમાં આવ્યા છે, એવું જે દરેક આત્મા કબૂલ કરે છે તે ઈશ્વર તરફથી છે; એથી તમે ઇશ્વરનો આત્મા ઓળખી શકો છો; 3 પણ જે દરેક આત્મા ઈસુને ઈશ્વર તરફથી છે એવું સ્વીકારતુ નથી. તે મસીહ વિરોધી છે, કે જેના વિશે તમે સાંભળ્યું છે કે તે આવે છે અને તે હાલ પણ જગતમાં છે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.

1 João
Ver todos os capítulos de 1 João