અવતારને નકારવા પર
1 પ્રિય મિત્રો, દરેક આત્મા પર વિશ્વાસ ન કરશો, પણ ખાતરી કરો કે એ આત્મા ઈશ્વર તરફથી છે કે નહિ, કેમકે જગતમાં જૂઠા પ્રબોધકો ઘણાં ઊભા થયા છે. 2 ઈસુ મસીહ મનુષ્યદેહમાં આવ્યા છે, એવું જે દરેક આત્મા કબૂલ કરે છે તે ઈશ્વર તરફથી છે; એથી તમે ઇશ્વરનો આત્મા ઓળખી શકો છો; 3 પણ જે દરેક આત્મા ઈસુને ઈશ્વર તરફથી છે એવું સ્વીકારતુ નથી. તે મસીહ વિરોધી છે, કે જેના વિશે તમે સાંભળ્યું છે કે તે આવે છે અને તે હાલ પણ જગતમાં છે.