Pular para o conteúdo
Publicidade

યોહાનનો પહેલો પત્ર 4:16-19

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

16 ઈશ્વરનો જે પ્રેમ આપણા પર છે તે આપણે જાણીએ છીએ, અને તે પર વિશ્વાસ કર્યો છે. ઈશ્વર પ્રેમ છે. જે પ્રેમમાં રહે છે તે ઈશ્વરમાં રહે છે અને ઈશ્વર તેનામાં રહે છે.

17 એથી આપણામાં પ્રેમ સંપૂર્ણ થયો છે, કે ન્યાયકાળે આપણને હિંમત પ્રાપ્ત થાય, કેમ કે જેવા તે છે, તેવા આપણે પણ આ જગતમાં છીએ. 18 પ્રેમમાં ભય નથી, પણ પૂર્ણ પ્રેમ ભયને દૂર કરે છે, કેમ કે ભયમાં શિક્ષા છે. અને જે ભયભીત છે તે પ્રેમમાં સંપૂર્ણ થયેલો નથી.

19 આપણે પ્રેમ રાખીએ છીએ, કેમ કે પહેલાં ઈશ્વરે આપણા પર પ્રેમ રાખ્યો.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    16 અને આપણા પ્રત્યેનો ઈશ્વરનો જે પ્રેમ છે તે આપણે જાણીએ છીએ.

    ઈશ્વર પ્રેમ છે. જે પ્રેમમાં રહે છે તે ઇશ્વરમાં રહે છે, અને ઈશ્વર તેમનામાં રહે છે. 17 તેથી પ્રેમ આપણામાં સંપૂણઁ થયો છે કે, ન્યાયકાળે આપણને હિંમત રહે; કેમકે આપણે આ જગતમાં ઈસુ જેવા છીએ. 18 પ્રેમમાં બીક નથી. પણ સંપૂર્ણ પ્રેમ બીકને દૂર કરે છે, કેમકે બીકને શિક્ષા સાથે સંબંધ છે. અને જે બીક રાખે છે તે પ્રેમમાં સંપૂણઁ થયો નથી.

    19 આપણે પ્રેમ રાખીએ છીએ કારણ કે પ્રથમ તેમણે આપણા પર પ્રેમ રાખ્યો.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.

1 João
Ver todos os capítulos de 1 João