16 અને આપણા પ્રત્યેનો ઈશ્વરનો જે પ્રેમ છે તે આપણે જાણીએ છીએ.
ઈશ્વર પ્રેમ છે. જે પ્રેમમાં રહે છે તે ઇશ્વરમાં રહે છે, અને ઈશ્વર તેમનામાં રહે છે. 17 તેથી પ્રેમ આપણામાં સંપૂણઁ થયો છે કે, ન્યાયકાળે આપણને હિંમત રહે; કેમકે આપણે આ જગતમાં ઈસુ જેવા છીએ. 18 પ્રેમમાં બીક નથી. પણ સંપૂર્ણ પ્રેમ બીકને દૂર કરે છે, કેમકે બીકને શિક્ષા સાથે સંબંધ છે. અને જે બીક રાખે છે તે પ્રેમમાં સંપૂણઁ થયો નથી.
19 આપણે પ્રેમ રાખીએ છીએ કારણ કે પ્રથમ તેમણે આપણા પર પ્રેમ રાખ્યો.