Pular para o conteúdo
Publicidade

તિમોથીને પહેલો પત્ર 1:3-7

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

જૂઠા શિક્ષણ વિરુદ્ધ ચેતવણી

3 હું મકદોનિયા જતો હતો ત્યારે મેં તને એફેસસમાં રહેવા વિનંતી કરી હતી જેથી તું કેટલાક માણસોને આજ્ઞા કરી શકે કે, તેઓ અલગ પ્રકારનો ઉપદેશ ન કરે, 4 અને દંતકથાઓ પર તથા લાંબી લાંબી વંશાવળીઓ પર ધ્યાન ન આપે; કેમ કે એવી વાતો, ઈશ્વરની યોજના કે જે વિશ્વાસ દ્વારા છે તેને આગળ વધારવાને બદલે ખોટા વાદવિવાદ ઊભા કરે છે.

5 આ આજ્ઞાનો મુખ્ય હેતુ પ્રેમ છે કે જે શુદ્ધ હૃદય, સારા અંતઃકરણ તથા ઢોંગ વગરના વિશ્વાસથી છે, 6 જે ચુકી જઈને કેટલાક નકામી વાતો કરવા લાગ્યા છે. 7 તેઓ નિયમશાસ્ત્રના શિક્ષક થવા ચાહે છે, પણ પોતે શું કહે છે અથવા જે વિષે તેઓ ખાતરીપૂર્વક બોલે છે તે તેઓ પોતે સમજતા નથી.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    3 મકદોનિયા જતી વખતે મેં તને કહ્યું હતું તે પ્રમાણે તું એફેસસમાં રહેજે, અને ત્યાંના કેટલાએક માણસોને આજ્ઞા કરવી કે તેઓ જુઠા ઉપદેશ ન કરે. 4 વળી લાંબી લાંબી વંશાવળીઓ તથા કલ્પીત વાતો પ્રત્યે તેઓ લક્ષ ન આપે, એવી વાતો વિશ્વાસ પર આધાર રાખનારી ઈશ્વરની સંસ્થાને ઉતેજન આપવાને બદલે ખાલી વાદવિવાદો ઉત્પન્ન કરે છે. 5 એ આજ્ઞાનો મુખ્ય હેતુ તો શુધ્ધ હ્રદયથી તથા સારા અંતઃકરણથી તથા ઠોંગ વગરનાં વિશ્વાસથી પ્રીતિ રાખવી એ છે. 6 એ બાબતો પર લક્ષ ન રાખવાથી કેટલાએક મિથ્યા બકબકાટ કરવા લાગ્યા; 7 તેઓ નિયમશાસ્ત્રના પંડિતો થવાની ઇચ્છા રાખે છે, પરંતુ તેઓ શું કહે છે અથવા જે વિષે તેઓ ખાતરીપૂવઁક બોલે છે તે તેઓ સમજતા નથી.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.