જુઠા શિક્ષકો સામે તિમોથીની ચેતવણી
3 મકદોનિયા જતી વખતે મેં તને કહ્યું હતું તે પ્રમાણે તું એફેસસમાં રહેજે, અને ત્યાંના કેટલાએક માણસોને આજ્ઞા કરવી કે તેઓ જુઠા ઉપદેશ ન કરે. 4 વળી લાંબી લાંબી વંશાવળીઓ તથા કલ્પીત વાતો પ્રત્યે તેઓ લક્ષ ન આપે, એવી વાતો વિશ્વાસ પર આધાર રાખનારી ઈશ્વરની સંસ્થાને ઉતેજન આપવાને બદલે ખાલી વાદવિવાદો ઉત્પન્ન કરે છે. 5 એ આજ્ઞાનો મુખ્ય હેતુ તો શુધ્ધ હ્રદયથી તથા સારા અંતઃકરણથી તથા ઠોંગ વગરનાં વિશ્વાસથી પ્રીતિ રાખવી એ છે. 6 એ બાબતો પર લક્ષ ન રાખવાથી કેટલાએક મિથ્યા બકબકાટ કરવા લાગ્યા; 7 તેઓ નિયમશાસ્ત્રના પંડિતો થવાની ઇચ્છા રાખે છે, પરંતુ તેઓ શું કહે છે અથવા જે વિષે તેઓ ખાતરીપૂવઁક બોલે છે તે તેઓ સમજતા નથી.