Pular para o conteúdo
Publicidade

તિમોથીને પહેલો પત્ર 4:12-16

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

12 તારી યુવાવસ્થાનો કોઈ તિરસ્કાર કરે નહિ; પણ વાણી, વર્તન, પ્રેમ, વિશ્વાસ અને પવિત્રતામાં તું વિશ્વાસીઓને નમૂનારૂપ થજે. 13 હું આવું ત્યાં સુધી જાહેર શાસ્ત્રવાંચન, બોધ આપવા તથા શિક્ષણ આપવામાં ધ્યાન આપજે.

14 જે કૃપાદાન તને વડીલોના હાથ મૂકવા તથા પ્રબોધ કરવા દ્વારા આપવામાં આવ્યું હતું, તે વિષે બેદરકાર રહીશ નહિ. 15 એ બાબતોનું મનન કર, તેમાં પરોવાયેલ રહે જેથી તારી પ્રગતિ સર્વને સ્પષ્ટ દેખાય. 16 પોતા પર તથા શિક્ષણ પર ધ્યાન આપ, તેમાં લાગુ રહે, કેમ કે આ પ્રમાણે કરવાથી તું પોતાને તથા તારા સાંભળનારાઓને પણ બચાવીશ.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    12 તું જુવાન હોવાથી કોઈ તારો તુચ્છકાર ન કરે, પણ વાણીમાં, વતઁનમાં, પ્રેમમાં, વિશ્વાસમાં અને પવિત્રતામાં તું વિશ્વાસીઓને નમૂનારૂપ થજે. 13 હું આવું ત્યાં સુધી, તું શાસ્ત્રવચન પર, બોધ કરવા પર અને શિક્ષણ આપવાં પર ધ્યાન આપજે. 14 મંડળીના વડીલોએ જયારે તારા પર હાથ મૂક્યાં અને ભવિષ્યવચન મુજબ તને જે દાનો પ્રાપ્ત થયાં હતાં તેને તું અવગણીશ નહિ.

    15 અને આ બાબતોમાં ખંતપૂર્વક લાગુ રહેજે; તેઓમાં સંપૂણઁ રીતે સમપિઁત રહેજે, જેથી તારામાં થયેલી પ્રગતિ સર્વનાં જાણવામાં આવે. 16 તારે પોતાને વિશે અને તારા ઉપદેશ વિશે સાવધ રહેજે; તેમાં દ્રઢ રહેજે, કેમકે એ પ્રમાણે કરવાથી, તું પોતાને તેમજ તમારાં સાંભળનારાઓને પણ બચાવીશ.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.