12 તું જુવાન હોવાથી કોઈ તારો તુચ્છકાર ન કરે, પણ વાણીમાં, વતઁનમાં, પ્રેમમાં, વિશ્વાસમાં અને પવિત્રતામાં તું વિશ્વાસીઓને નમૂનારૂપ થજે. 13 હું આવું ત્યાં સુધી, તું શાસ્ત્રવચન પર, બોધ કરવા પર અને શિક્ષણ આપવાં પર ધ્યાન આપજે. 14 મંડળીના વડીલોએ જયારે તારા પર હાથ મૂક્યાં અને ભવિષ્યવચન મુજબ તને જે દાનો પ્રાપ્ત થયાં હતાં તેને તું અવગણીશ નહિ.
15 અને આ બાબતોમાં ખંતપૂર્વક લાગુ રહેજે; તેઓમાં સંપૂણઁ રીતે સમપિઁત રહેજે, જેથી તારામાં થયેલી પ્રગતિ સર્વનાં જાણવામાં આવે. 16 તારે પોતાને વિશે અને તારા ઉપદેશ વિશે સાવધ રહેજે; તેમાં દ્રઢ રહેજે, કેમકે એ પ્રમાણે કરવાથી, તું પોતાને તેમજ તમારાં સાંભળનારાઓને પણ બચાવીશ.