Pular para o conteúdo
Publicidade

પિતરનો બીજો પત્ર 2:1-3,18,19

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

જૂઠા શિક્ષકો

1 જેમ ઇઝરાયલી લોકોમાં જૂઠાં પ્રબોધકો ઊભા થયા હતા, તેમ તમારામાં પણ ખોટા ઉપદેશકો થશે. તેઓ ગુપ્ત રીતે નાશકારક પાખંડી મતો ફેલાવશે અને જે પ્રભુએ તેઓનો ઉદ્ધાર કર્યો તેનો પણ નકાર કરીને જલદીથી પોતાનો જ વિનાશ કરશે. 2 ઘણાં માણસો તેઓના અનિષ્ટ કામોમાં ચાલશે; અને તેઓને લીધે સત્યનાં માર્ગનો તિરસ્કાર થશે. 3 તેઓ દ્રવ્યલોભથી કપટી વાતો બોલીને તમારું શોષણ કરશે; તેઓને માટે અગાઉથી ઠરાવેલી સજામાં વિલંબ કે તેઓના નાશમાં ઢીલ થશે નહિ.

18 તેઓ વ્યર્થતાની બડાઈની વાતો કહે છે. તેઓમાંથી જેઓ બચી જવાની તૈયારીમાં છે તેઓને દૈહિક વિષયોથી તથા ભ્રષ્ટાચારથી લલચાવે છે. 19 તેઓને તેઓ સ્વતંત્રતાનું વચન આપે છે, પણ પોતે ભ્રષ્ટાચારના દાસ છે; કેમ કે માણસને જ કોઈ જીતે છે, તે જ તેને પોતાનો દાસ બનાવે છે.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    1 પરંતુ લોકોમાં જૂઠા પ્રબોધકો હતાં, જેમ તમારાંમાં પણ જૂઠા ઉપદેશકો છે. તેઓ ગુપ્ત રીતે પાખંડ ફેલાવશે, અને જે પ્રભુએ તેમનો ઉધ્ધાર કયોઁ તેમનો નકાર કરશે, અને પોતાના પર ઉતાવળે વિનાશ લાવશે. 2 ઘણાં લોકો તે પ્રમાણે વર્તશે. અને સત્યનાં માર્ગને બદનામ કરશે. 3 પોતાના લોભમાં આ શિક્ષકો ખોટી વાતાઁઓ દ્રારા તમારું શોષણ કરશે. તેઓને માટે આગળથી ઠરાવેલી સજા વિલંબ કરતી નથી, અને તેમનો વિનાશ ઊંઘતો નથી.

    18 કેમકે તેઓ ખાલી બડાઇ મારતી વાતો બોલે છે, અને દૈહીક ઇચ્છાઓને આકષિઁત કરીને, એવા લોકોને બચાવે છે જેઓ હમણાં જ ભૂલમાં જીવતાં લોકોથી બચી રહયાં છે. 19 તેઓ તેમને સ્વતંત્રતાનું વચન આપે છે, જયારે તેઓ પોતે દુષ્ટતાના ગુલામ છે, કેમકે "માણસને જે કોઈ જીતે છે તેને તે પોતાનો દાસ કરી લે છે"

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.

2 Pedro
Ver todos os capítulos de 2 Pedro