Pular para o conteúdo
Publicidade

થેસ્સાલોનિકીઓને બીજો પત્ર 2:3-8

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

3 કોઈ માણસ કોઈ પ્રકારે તમને છેતરે નહિ. કેમ કે જ્યાં સુધી વિશ્વાસત્યાગ થાય અને પાપનો માણસ, વિનાશનો દીકરો પ્રગટ ન થાય; તે પહેલાં તેમ થશે નહિ. 4 જે ઈશ્વર અને આરાધ્ય ગણાય છે તે સઘળાંનો વિરોધ કરી પોતાને મોટો મનાવનાર આ છે કે જેથી તે ઈશ્વરના ભક્તિસ્થાનમાં ઈશ્વર તરીકે બેસે અને સ્વને ઈશ્વર તરીકે રજૂ કરે.

5 શું તમને યાદ નથી કે, હું તમારી સાથે હતો, ત્યારે મેં એ વાતો તમને જણાવી હતી? 6 તો તમે જાણો છો કે તેમને હવે શું અટકાવે છે તેથી તેઓ માત્ર યોગ્ય સમયે જ પ્રગટ થશે. 7 કેમ કે અધર્મની રહસ્યમયતા કાર્યરત થઈ ચુકી છે, ફક્ત એક કે જેને વચમાંથી દુર કરવામાં નહિ આવે ત્યાં સુધી તે તેમને અટકાવશે.

8 પછી તે અધર્મી જાહેર થશે જેને પ્રભુ ઈસુ પોતાના મુખની ફૂંકથી નષ્ટ કરશે અને પોતાના પુનઃઆગમનના પ્રકટીકરણથી શૂન્ય કરી નાંખશે.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    3 કોઈ તમને છેતરે નહિ, કારણ કે જયાં સુધી બળવો ન થાય અને દુષ્ટ માણસ, જેનો વિનાશ થવાની તૈયારી છે, તે પ્રગટ ન થાય, ત્યાં સુધી તે દિવસ આવશે નહિ. 4 તે જે ઈશ્વર કહેવાય છે અથવા જે પૂજ્ય મનાય છે, તેની વિરુદ્બ તે પોતાને મોટો મનાવશે, જેથી પોતે ઈશ્વર હોવાનો દાવો કરીને તે ઇશ્વરનાં મંદિરમાં બેસે.

    5 હું તમારી સાથે હતો ત્યારે આ બધું મેં તમને કહ્યું હતું તે શું તમને યાદ નથી? 6 હવે, તેને નિર્ધારિત સમયે પ્રગટ થવામાં શું અટકાવરૂપ છે તે તમે જાણો છો. 7 કેમકે અધમઁની ગુપ્ત શક્તિ કામ કરી રહી છે; પણ હાલ જે અટકાવનાર છે તેને દૂર કરવામાં નહિ આવે ત્યાં સુધી તે કામ કરતો રહેશે. 8 પછી તે અધમીઁ પ્રગટ થશે અને પ્રભુ ઈસુ પોતાના મુખનાં શ્વાસથી તેનો સંહાર કરશે, તથા પોતાના આગમનના સામર્થ્યથી તેનો નાશ કરશે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.

2 Tessalonicenses
Ver todos os capítulos de 2 Tessalonicenses