3 કોઈ તમને છેતરે નહિ, કારણ કે જયાં સુધી બળવો ન થાય અને દુષ્ટ માણસ, જેનો વિનાશ થવાની તૈયારી છે, તે પ્રગટ ન થાય, ત્યાં સુધી તે દિવસ આવશે નહિ. 4 તે જે ઈશ્વર કહેવાય છે અથવા જે પૂજ્ય મનાય છે, તેની વિરુદ્બ તે પોતાને મોટો મનાવશે, જેથી પોતે ઈશ્વર હોવાનો દાવો કરીને તે ઇશ્વરનાં મંદિરમાં બેસે.
5 હું તમારી સાથે હતો ત્યારે આ બધું મેં તમને કહ્યું હતું તે શું તમને યાદ નથી? 6 હવે, તેને નિર્ધારિત સમયે પ્રગટ થવામાં શું અટકાવરૂપ છે તે તમે જાણો છો. 7 કેમકે અધમઁની ગુપ્ત શક્તિ કામ કરી રહી છે; પણ હાલ જે અટકાવનાર છે તેને દૂર કરવામાં નહિ આવે ત્યાં સુધી તે કામ કરતો રહેશે. 8 પછી તે અધમીઁ પ્રગટ થશે અને પ્રભુ ઈસુ પોતાના મુખનાં શ્વાસથી તેનો સંહાર કરશે, તથા પોતાના આગમનના સામર્થ્યથી તેનો નાશ કરશે.