બે શ્વાપદ
1 પછી મેં એક હિંસક પશુને સમુદ્રમાંથી નીકળતું જોયું, તેને દસ શિંગડાં તથા સાત માથાં હતાં, તેનાં શિંગડાં પર દસ મુગટ તથા તેનાં માથાં પર ઈશ્વરનું અપમાન કરનારાં નામો હતાં. 2 જે હિંસક પશુને મેં જોયું, તે ચિત્તાના જેવું હતું, તેના પગ રીંછના પગ જેવા હતા, તેનું મોં સિંહના મોં જેવું હતું; તેને અજગરે પોતાનું પરાક્રમ, રાજ્યાસન તથા મોટો અધિકાર આપ્યાં.