Pular para o conteúdo
Publicidade

પ્રકટીકરણ 18:2-4

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

2 તેણે ઊંચા અવાજે કહ્યું કે, ‘પડ્યું રે, પડ્યું, મોટું બાબિલોન પડ્યું. અને તે દુષ્ટાત્માઓનું નિવાસસ્થાન તથા દરેક અશુદ્ધ આત્માનું અને અશુદ્ધ તથા ધિક્કારપાત્ર પક્ષીનું વાસો થયું છે. 3 કેમ કે તેના વ્યભિચારને લીધે રેડાયેલો કોપરૂપી દ્રાક્ષારસ સર્વ દેશના લોકોએ પીધો છે; દુનિયાના રાજાઓએ તેની સાથે વ્યભિચાર કર્યો છે, અને વેપારીઓ તેના પુષ્કળ મોજશોખથી ધનવાન થયા છે.

4 સ્વર્ગમાંથી બીજી એક વાણી એવું કહેતી મેં સાંભળી કે, ‘હે મારા લોકો, તેનાથી બહાર આવો, તમે તેના પાપના ભાગીદાર ન થાઓ, અને તેના પર આવનારી આફતોમાંની કોઈ પણ તમારા પર ન આવે.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    2 તેણે મોટે અવાજે બૂમ પાડી:

    " ‘પડ્યું! પડયું મહાન બેબિલોન!’

    તે ભૂતોનું નિવાસસ્થાન બન્યું છે,

    અને દરેક અશુધ્ધ આત્માનું રહેઠાણ,

    અને દરેક ધિક્કારપાત્ર પક્ષીઓનું રહેઠાણ થયું છે.

    3 કેમકે તેના વ્યભિચારનો

    કોપરૂપી દ્રાક્ષારસ બધી પ્રજાઓએ પીધો છે.

    પૃથ્વીનાં રાજાઓએ તેની સાથે વ્યભિચાર કર્યા છે.

    સમગ્ર દુનિયાનાં વેપારીઓ તેના ભોગવિલાસથી શ્રીમંત બન્યા છે."

    4 પછી મેં સ્વર્ગમાંથી બીજો અવાજ એમ કહેતા સાંભળ્યો:

    "હે મારા લોક, તેનામાંથી નીકળી આવો

    જેથી તમે તેના પાપનાં ભાગીદાર ન બનો,

    જેથી તેના પર આવનાર કોઇ અનઁથ તમારી પર ન આવે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.