2 તેણે મોટે અવાજે બૂમ પાડી:
" ‘પડ્યું! પડયું મહાન બેબિલોન!’
તે ભૂતોનું નિવાસસ્થાન બન્યું છે,
અને દરેક અશુધ્ધ આત્માનું રહેઠાણ,
અને દરેક ધિક્કારપાત્ર પક્ષીઓનું રહેઠાણ થયું છે.
3 કેમકે તેના વ્યભિચારનો
કોપરૂપી દ્રાક્ષારસ બધી પ્રજાઓએ પીધો છે.
પૃથ્વીનાં રાજાઓએ તેની સાથે વ્યભિચાર કર્યા છે.
સમગ્ર દુનિયાનાં વેપારીઓ તેના ભોગવિલાસથી શ્રીમંત બન્યા છે."
બેબિલોનના ન્યાયથી બચવા ચેતવણી
4 પછી મેં સ્વર્ગમાંથી બીજો અવાજ એમ કહેતા સાંભળ્યો:
"હે મારા લોક, તેનામાંથી નીકળી આવો
જેથી તમે તેના પાપનાં ભાગીદાર ન બનો,
જેથી તેના પર આવનાર કોઇ અનઁથ તમારી પર ન આવે.