Pular para o conteúdo
Publicidade

સંદર્શન 15

સાત આપતિ સાથે સાત દૂતો

1 મેં સ્વગઁમાં બીજું એક મહાન અને અદભુત ચિહ્ન જોયું. સાત દૂતો અને સાત છેલ્લી આપતિઓ તેઓની પાસે હતી—કેમકે તેમનાંથી ઈશ્વરના કોપ પૂણઁ થયો છે. 2 અને મેં કાચના સમુદ્ર જેવું કંઈક જોયું જે અગ્નિથી ચળકતો હતો અને, જેઓએ પશુ પર, તેની મૂર્તિ પર, અને તેના નામની સંખ્યા પર વિજય પામ્યા હતા તેઓ તે સમુદ્ર પાસે ઊભા હતા. અને તેઓએ ઈશ્વરે આપેલી વીણાઓ પકડી હતી. 3 અને ઈશ્વરના સેવક મોશેનું તથા હલવાનનું ગીત ગાયું:

"હે સર્વશકિતમાન પ્રભુ ઈશ્વર,

તમારાંં કામ અદભુત અને મહાન છે.

યુગોના રાજા,

તમારાં માર્ગો ન્યાયી અને સત્ય છે.

4 હે પ્રભુ, કોણ તમારાથી ડરશે નહિ,

અને તમારાં નામનો મહિમા નહિ કરે?

કેમકે માત્ર તમે જ પવિત્ર છો.

સર્વ પ્રજાઓ તમારી સમક્ષ આવશે

અને તમારી આરાધના કરશે.

કેમકે તમારાંં ન્યાયી કૃત્યો પ્રગટ થયાં છે."

5 ત્યાર પછી મેં જોયું, અને મેં સ્વર્ગમાં મંદિરમાં જોયું—સાક્ષ્યમંડપ જોયો અને તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. 6 અને સાત દૂતની પાસે સાત આપતિ હતી, તેઓ મંદિરમાંથી બહાર આવ્યા. તેઓએ શણના સ્વચ્છ, ચળકતાં વસ્ત્ર પહેર્યા હતાં અને છાતી પર સોનાનાં પટ્ટા બાંધેલા હતા. 7 પછી ચાર જીવંત પ્રાણીઓમાંના એકે તે દરેક દૂતને સદા જીવંત ઈશ્વરના કોપથી ભરેલાં સોનાનાં સાત પ્યાલા આપ્યા. 8 અને ઈશ્વરના મહિમા તથા પરાક્રમના ધુમાડાથી મંદિર ભરાઈ ગયું, અને સાત દૂતોની સાત આપતિ પૂણઁ ન થાય ત્યાં સુધી મંદિરમાં કોઈ પણ પ્રવેશ કરી શકયું નહિ.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.