Pular para o conteúdo
Publicidade

પ્રેરિતોનાં કૃત્યો 10:2,15,28,34,35,44

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

2 તે તથા તેનાં ઘરનાં સર્વ માણસો ઈશ્વરનો ભય રાખતાં હતાં. તે લોકોને ઘણાં દાન આપતો અને નિત્ય ઈશ્વરની પ્રાર્થના કરતો હતો.

15 ત્યારે બીજી વાર તેના સાંભળવામાં એવી વાણી આવી કે, ઈશ્વરે જે શુદ્ધ કર્યું છે, તેને તું અશુદ્ધ ન ગણ.

28 તેણે તેઓને કહ્યું કે, તમે પોતે જાણો છો કે બીજી જાતિના માણસોની સાથે સંબંધ રાખવો, અથવા તેના ત્યાં જવું, એ યહૂદી માણસને માટે યોગ્ય નથી; પણ ઈશ્વરે મને બતાવ્યું છે કે, મારે કોઈ વ્યક્તિને અપવિત્ર અથવા અશુદ્ધ ગણવી નહિ.

પિતરનો સંદેશ

34 ત્યારે પિતરે પ્રવચન શરૂ કરતાં કહ્યું કે.

હવે હું નિશ્ચે સમજું છું કે ઈશ્વર પક્ષપાતી નથી; 35 પણ દરેક દેશમાં જે કોઈ તેમનું સન્માન જાળવે છે, અને ન્યાયીપણે વર્તે છે, તેઓ તેમને માન્ય છે.

વિદેશીઓ પવિત્ર આત્મા પામ્યા

44 પિતર એ વાતો કહેતો હતો એટલામાં જે લોકો વાત સાંભળતાં હતા તે સર્વ ઉપર પવિત્ર આત્માએ આચ્છાદન કર્યું.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    2 તે અને તેનાં કુટુંબીજનો ધાર્મિક અને ઈશ્વરનો ભય રાખનારાં હતાં. તે જરૂરિયાત મંદોને દાન આપવામાં ઉદાર હતો અને હંમેશા ઇશ્વરને પ્રાર્થના કરતો હતો.

    15 ફરીથી વાણી સંભળાઈ, "ઈશ્વરે જેને શુધ્ધ કર્યું છે તેને તું અશુધ્ધ ન ગણ."

    28 તેણે તેઓને કહ્યું, "તમે સારી રીતે જાણો છો કે બિનયહૂદી સાથે સંબંધ રાખવો કે તેમની મુલાકાત લેવીએ યહૂદી માટે નિયમોની વિરુધ્ધ છે, પણ પ્રભુએ મને બતાવ્યું છે કે મારે કોઈ પણને નાપાક અથવા અશુધ્ધ ગણવાં નહિ.

    34 ત્યારે પિતરે બોલવાનું શરૂ કયુઁ, "હવે હું સમજુ છું કે ઈશ્વર પક્ષપાત કરતા નથી. એ વાત કેટલી સાચી છે. 35 પણ દરેક દેશમાં જે કોઇ તેનો ડર રાખે છે અને જે સાચું છે તે કરે છે તેને તે સ્વીકારે છે.

    44 જયારે પિતર હજી આ વાતો કહેતો હતો ત્યારે સંદેશો સાંભળનારા બધા ઉપર પવિત્ર આત્મા ઊતરી આવ્યો.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.