2 તે અને તેનાં કુટુંબીજનો ધાર્મિક અને ઈશ્વરનો ભય રાખનારાં હતાં. તે જરૂરિયાત મંદોને દાન આપવામાં ઉદાર હતો અને હંમેશા ઇશ્વરને પ્રાર્થના કરતો હતો.
15 ફરીથી વાણી સંભળાઈ, "ઈશ્વરે જેને શુધ્ધ કર્યું છે તેને તું અશુધ્ધ ન ગણ."
28 તેણે તેઓને કહ્યું, "તમે સારી રીતે જાણો છો કે બિનયહૂદી સાથે સંબંધ રાખવો કે તેમની મુલાકાત લેવીએ યહૂદી માટે નિયમોની વિરુધ્ધ છે, પણ પ્રભુએ મને બતાવ્યું છે કે મારે કોઈ પણને નાપાક અથવા અશુધ્ધ ગણવાં નહિ.
34 ત્યારે પિતરે બોલવાનું શરૂ કયુઁ, "હવે હું સમજુ છું કે ઈશ્વર પક્ષપાત કરતા નથી. એ વાત કેટલી સાચી છે. 35 પણ દરેક દેશમાં જે કોઇ તેનો ડર રાખે છે અને જે સાચું છે તે કરે છે તેને તે સ્વીકારે છે.
44 જયારે પિતર હજી આ વાતો કહેતો હતો ત્યારે સંદેશો સાંભળનારા બધા ઉપર પવિત્ર આત્મા ઊતરી આવ્યો.