Pular para o conteúdo
Publicidade

પ્રેરિતોનાં કૃત્યો 21:27-32

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

મંદિરમાં પાઉલની ધરપકડ

27 તે સાત દિવસ પૂરા થવા આવ્યા ત્યારે આસિયાના યહૂદીઓએ તેને ભક્તિસ્થાનમાં જોઈને સર્વ લોકોને ઉશ્કેરીને તેના પર હાથ નાખીને તેને પકડી લીધો; 28 તેઓએ બૂમ પાડી કે, ‘હે ઇઝરાયલી માણસો, સહાય કરો: જે માણસ સર્વ જગ્યાએ લોકોની તથા નિયમશાસ્ત્રની તથા આ જગ્યાની વિરુદ્ધ સર્વને શીખવે છે તે આ છે; વળી તેણે ગ્રીકોને પણ ભક્તિસ્થાનમાં લાવીને આ પવિત્ર જગ્યાને અશુદ્ધ કરી છે. 29 (કેમ કે તેઓએ એફેસસના ત્રોફીમસને તેની સાથે શહેરમાં પહેલાં જોયો હતો, પાઉલ તેને ભક્તિસ્થાનમાં લાવ્યો હશે એવું તેઓએ માન્યું.) 30 ત્યારે આખા શહેરમાં ધમાલ મચી ગઈ, લોકો દોડીને એકઠા થઈ ગયા, અને તેઓએ પાઉલને પકડીને ભક્તિસ્થાનમાંથી બહાર કાઢી મૂક્યો, અને તરત બારણાં બંધ કરવામાં આવ્યાં. 31 તેઓ તેને મારી નાખવાની તૈયારીમાં હતા એટલામાં પલટણના આગેવાનને સમાચાર મળ્યા કે, આખા યરુશાલેમમાં હુલ્લડ મચી રહ્યું છે. 32 ત્યારે સિપાઈઓને તથા શતપતિઓને સાથે લઈને તે તેઓ પાસે દોડી આવ્યો, અને તેઓએ સરદારને તથા સિપાઈઓને જોયા ત્યારે પાઉલને મારવાનું બંધ કર્યું.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    27 જયારે સાત દિવસ પૂરાં થયા, ત્યારે કેટલાક આસિયાના યહૂદીઓએ પાઉલને મંદિરમાં જોયો. તેમણે ટોળાને ઉશ્કેરીને તેને પકડી લીધો. 28 બૂમો પાડી, "ઇઝરાયેલનાં લોકો, મદદે આવો! આ એ જ માણસ છે કે જે દરેક જગ્યાએ બધાને આપણા લોકો, આપણા નિયમશાસ્ત્ર અને આ જગ્યા વિરુધ્ધ શિક્ષણ આપે છે. અને તેણે ગ્રીકોને મંદિરમાં લાવીને આ પવિત્ર જગ્યાને અપવિત્ર કરી છે." 29 (તેઓએ આગલા દિવસે પાઉલની સાથે એફેસસ ત્રોફીમસને શહેરમાં જોયો હતો. અને તેઓએ માની લીધું કે પાઉલ તેને મંદિરમાં લઈ આવ્યો હશે.)

    30 ત્યારે આખા શહેરમાં ધમાલ મચી ગઈ અને લોકો બધી જગ્યાએથી દોડી આવ્યા. પાઉલને ધક્કો મારીને મંદિરની બહાર કાઢયો અને તરત જ મંદિરનાં દરવાજા બંધ કરી દીધા. 31 જયારે તેઓ પાઉલને મારી નાખવાની કોશિશ કરતા હતા એવામાં રોમન સેનાપતિને એવી ખબર મળી કે આખા યરુશાલેમમાં હુલ્લડ ફાટી નીકળ્યું હતું. 32 તેણે કેટલાક સૈનિકોને તથા અધિકારીઓને તરત જ હુલ્લડના સ્થળે લઇને પહોંચી ગયો. જયારે હુલ્લડ કરનારાંઓએ સૈનિકોને તથા અધિકારીઓને જોયા, ત્યારે તેઓએ પાઉલને મારવાનું બંધ કર્યું.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.