પાઉલની ધરપકડ
27 જયારે સાત દિવસ પૂરાં થયા, ત્યારે કેટલાક આસિયાના યહૂદીઓએ પાઉલને મંદિરમાં જોયો. તેમણે ટોળાને ઉશ્કેરીને તેને પકડી લીધો. 28 બૂમો પાડી, "ઇઝરાયેલનાં લોકો, મદદે આવો! આ એ જ માણસ છે કે જે દરેક જગ્યાએ બધાને આપણા લોકો, આપણા નિયમશાસ્ત્ર અને આ જગ્યા વિરુધ્ધ શિક્ષણ આપે છે. અને તેણે ગ્રીકોને મંદિરમાં લાવીને આ પવિત્ર જગ્યાને અપવિત્ર કરી છે." 29 (તેઓએ આગલા દિવસે પાઉલની સાથે એફેસસ ત્રોફીમસને શહેરમાં જોયો હતો. અને તેઓએ માની લીધું કે પાઉલ તેને મંદિરમાં લઈ આવ્યો હશે.)
30 ત્યારે આખા શહેરમાં ધમાલ મચી ગઈ અને લોકો બધી જગ્યાએથી દોડી આવ્યા. પાઉલને ધક્કો મારીને મંદિરની બહાર કાઢયો અને તરત જ મંદિરનાં દરવાજા બંધ કરી દીધા. 31 જયારે તેઓ પાઉલને મારી નાખવાની કોશિશ કરતા હતા એવામાં રોમન સેનાપતિને એવી ખબર મળી કે આખા યરુશાલેમમાં હુલ્લડ ફાટી નીકળ્યું હતું. 32 તેણે કેટલાક સૈનિકોને તથા અધિકારીઓને તરત જ હુલ્લડના સ્થળે લઇને પહોંચી ગયો. જયારે હુલ્લડ કરનારાંઓએ સૈનિકોને તથા અધિકારીઓને જોયા, ત્યારે તેઓએ પાઉલને મારવાનું બંધ કર્યું.