Pular para o conteúdo
Publicidade

પ્રેરિતોનાં કૃત્યો 22:25-28

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

25 તેઓએ તેને ચામડાના દોરડાથી બાંધ્યો, ત્યારે પાઉલે પાસે ઊભેલા સૂબેદારને કહ્યું કે, ‘જે માણસ રોમન છે, તથા ગુનેગાર ઠરાવવામાં આવ્યો નથી, તેને તમારે કોરડા મારવા શું કાયદેસર છે?’ 26 સૂબેદારે તે સાંભળ્યું એટલે તેણે જઈને સરદારને જણાવીને કહ્યું કે, ‘તું શું કરવા માગે છે? એ માણસ તો રોમન છે.’" 27 ત્યારે સરદારે આવીને તેને કહ્યું કે, ‘મને કહે, તું શું રોમન છે?’ પાઉલે કહ્યું, ‘હા.’" 28 ત્યારે સરદારે ઉત્તર દીધો કે, ‘મોટી રકમ ચૂકવીને આ નાગરિકતાનો હક મેં ખરીદ્યો છે. પણ પાઉલે કહ્યું કે, ‘હું તો જન્મથી જ (નાગરિક) છું.’"

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    25 જયારે તેઓએ તેને કોરડા ફટકારવા માટે ખેંચ્યો ત્યારે પાઉલને ત્યાં ઊભેલા સૂબેદારને પૂછયું, "કોઈ રોમન નાગરિકને ગુનેગાર ઠરાવ્યા સિવાય કોરડા ફટકારવાં એ શું કાયદેસર છે?"

    26 જયારે સૂબેદારે એ સાંભળ્યું ત્યારે તે સેનાપતિ પાસે ગયો, અને કહ્યું, "તમે આ શું કરવા જાવ છો? આ માણસ તો રોમન નાગરિક છે!"

    27 સેનાપતિએ પાઉલની પાસે જઈને તેને પૂછયું, "મને કહે, શું તું રોમન નાગરિક છે?"

    તેણે, કહ્યું, "હા, હું છું."

    28 પછી સેનાપતિએ કહ્યું, "મારે આ નાગરીકતા માટે ઘણાં પૈસા ચુકવવા પડયા છે."

    પાઉલે જવાબ આપ્યો, "હું જન્મથી જ નાગરિક છું!"

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.