25 જયારે તેઓએ તેને કોરડા ફટકારવા માટે ખેંચ્યો ત્યારે પાઉલને ત્યાં ઊભેલા સૂબેદારને પૂછયું, "કોઈ રોમન નાગરિકને ગુનેગાર ઠરાવ્યા સિવાય કોરડા ફટકારવાં એ શું કાયદેસર છે?"
26 જયારે સૂબેદારે એ સાંભળ્યું ત્યારે તે સેનાપતિ પાસે ગયો, અને કહ્યું, "તમે આ શું કરવા જાવ છો? આ માણસ તો રોમન નાગરિક છે!"
27 સેનાપતિએ પાઉલની પાસે જઈને તેને પૂછયું, "મને કહે, શું તું રોમન નાગરિક છે?"
તેણે, કહ્યું, "હા, હું છું."
28 પછી સેનાપતિએ કહ્યું, "મારે આ નાગરીકતા માટે ઘણાં પૈસા ચુકવવા પડયા છે."
પાઉલે જવાબ આપ્યો, "હું જન્મથી જ નાગરિક છું!"