29 હવે, હે પ્રભુ, તમે તેઓની ધમકીઓ ધ્યાનમાં લો, અને તમારા સેવકોને તમારી વાત પૂરી હિંમતથી કહેવાનું સામર્થ્ય આપો; 30 તે દરમિયાન તમે લોકોને નીરોગી કરવાને તમારો હાથ લંબાવો; અને તમારા પવિત્ર સેવક ઈસુને નામે ચમત્કારિક ચિહ્નો તથા આશ્ચર્યકર્મો કરાવો. 31 અને તેઓ પ્રાર્થના કરી રહ્યા ત્યારે જે મકાનમાં તેઓ ભેગા થયા હતા તે હાલ્યું; અને તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા, અને ઈશ્વરનું વચન હિંમતથી બોલવા લાગ્યા.
Publicidade
પ્રેરિતોનાં કૃત્યો 4:29-31
IRVGUJ Indian Revised Version Gujarati - 2019
Em outras traduções
- OGCB Bíblia Contemporânea Aberta Gujarati
29 હવે, હે પ્રભુ, તમે તેઓની ધમકીઓને ધ્યાનમાં લો અને તમારાં સેવકોને વચન પ્રગટ કરવાને હિંમત આપો. 30 સાજાપણું આપવાને તમારો હાથ લંબાવો અને તમારાં પવિત્ર સેવક ઈસુના નામે ચમત્કારો તથા અદભુત કૃત્યો કરાવો."
31 તેઓએ પ્રાર્થના કયાઁ પછી, જે જગ્યાએ, તેઓ એકઠા મળ્યાં હતા, તે હાલ્યું તેઓ બધા પવિત્ર આત્માથી ભરપૂર થયા અને ઈશ્વરનો સંદેશો હિમતપૂર્વક પ્રગટ કરવા લાગ્યા.
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.