29 હવે, હે પ્રભુ, તમે તેઓની ધમકીઓને ધ્યાનમાં લો અને તમારાં સેવકોને વચન પ્રગટ કરવાને હિંમત આપો. 30 સાજાપણું આપવાને તમારો હાથ લંબાવો અને તમારાં પવિત્ર સેવક ઈસુના નામે ચમત્કારો તથા અદભુત કૃત્યો કરાવો."
31 તેઓએ પ્રાર્થના કયાઁ પછી, જે જગ્યાએ, તેઓ એકઠા મળ્યાં હતા, તે હાલ્યું તેઓ બધા પવિત્ર આત્માથી ભરપૂર થયા અને ઈશ્વરનો સંદેશો હિમતપૂર્વક પ્રગટ કરવા લાગ્યા.