2 સંપૂર્ણ દીનતા, નમ્રતા તથા સહનશીલતા રાખીને પ્રેમથી એકબીજાનું સહન કરો; 3 શાંતિના બંધનમાં આત્માની એકતા રાખવાનો યત્ન કરો.
4 જેમ તમારા તેડાની એક આશામાં તમે તેડાયેલા છો, તેમ એક શરીર તથા એક આત્મા છે; 5 એક પ્રભુ, એક વિશ્વાસ, એક બાપ્તિસ્મા, 6 એક ઈશ્વર અને સર્વના પિતા, ઈશ્વર સર્વ ઉપર, સર્વ મધ્યે તથા સર્વમાં છે.