Pular para o conteúdo
Publicidade

એફેસીઓને પત્ર 4:22,26,27,31,32

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

22 તમારી અગાઉની વર્તણૂકનું જૂનું મનુષ્યત્વ જે કપટવાસના પ્રમાણે ભ્રષ્ટ થતું જાય છે તે દૂર કરો.

26 ગુસ્સે થવાય ત્યારે ખુન્નસ રાખવાનું પણ પાપ ન કરો; તમારા ગુસ્સા પર સૂર્યને આથમવા ન દો; 27 અને શેતાનને સ્થાન આપો નહિ.

31 સર્વ પ્રકારની કડવાસ, ક્રોધ, કોપ, ઘોંઘાટ, અપમાન તેમ જ સર્વ પ્રકારના દુરાચાર કરવાનું બંધ કરો. 32 તમે એકબીજા પ્રત્યે માયાળુ અને કરુણાળુ થાઓ, અને જેમ ખ્રિસ્તમાં ઈશ્વરે પણ તમને માફી આપી તેમ તમે એકબીજાને માફ કરો.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    22 તો તમારા પહેલાના જીવન વિશે તમને શીખવવામાં આવ્યું છે કે, તમારો જૂનો સ્વભાવ જે તેની લાલસાથી ભ્રષ્ટ થઈ રહ્યો છે તેને દૂર કરો;

    26 "તમારા ગુસ્સામાં પાપ ન કરો." તમારા ગુસ્સા પર સૂર્યને આથમવા ન દો, 27 અને શેતાનને પગપેસારો કરવા ન દો.

    31 દરેક પ્રકારની કડવાશ, ક્રોધ, કોપ, કચકચ, નિંદા અને દરેક પ્રકારની દુષ્ટતા દૂર કરો. 32 પણ એકબીજા પ્રત્યે માયાળુ અને કરુણાળુ બનો, અને જેમ મસીહમાં ઈશ્વરે તમને માફી આપી. તેમ તમે પણ એકબીજાને માફ કરો.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.