22 તો તમારા પહેલાના જીવન વિશે તમને શીખવવામાં આવ્યું છે કે, તમારો જૂનો સ્વભાવ જે તેની લાલસાથી ભ્રષ્ટ થઈ રહ્યો છે તેને દૂર કરો;
26 "તમારા ગુસ્સામાં પાપ ન કરો." તમારા ગુસ્સા પર સૂર્યને આથમવા ન દો, 27 અને શેતાનને પગપેસારો કરવા ન દો.
31 દરેક પ્રકારની કડવાશ, ક્રોધ, કોપ, કચકચ, નિંદા અને દરેક પ્રકારની દુષ્ટતા દૂર કરો. 32 પણ એકબીજા પ્રત્યે માયાળુ અને કરુણાળુ બનો, અને જેમ મસીહમાં ઈશ્વરે તમને માફી આપી. તેમ તમે પણ એકબીજાને માફ કરો.