Pular para o conteúdo
Publicidade

ફિલિપ્પીઓને પત્ર 4:6,7,11,12

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

6 કશાની ચિંતા કરો નહિ; પણ સર્વ વિષે પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભારરસ્તુતિ સહિત, તમારી અરજો ઈશ્વરને જણાવો. 7 ઈશ્વરની શાંતિ જે સર્વ સમજશક્તિની બહાર છે, તે ખ્રિસ્ત ઈસુમાં તમારાં હૃદયોની તથા મનોની સંભાળ રાખશે.

11 હું તંગીને લીધે બોલું છું એમ નહિ, કેમ કે જે અવસ્થામાં હું છું, તેમાં સંતોષી રહેવાને હું શીખ્યો છું. 12 ગરીબીમાં કેવી રીતે જીવવું એ પણ હું જાણું છું તથા સમૃદ્ધિમાં પણ કેવી રીતે જીવવું એ પણ હું જાણું છું; દરેકપ્રકારે તથા સર્વમાં તૃપ્તિમાં તથા ભૂખમાં, પુષ્કળતામાં અને તંગીમાં રહેવાને હું શીખ્યો છું.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    6 કોઈ પણ બાબતની ચિંતા ન કરો, પણ દરેક બાબત માટે પ્રાર્થના કરો અને તમારી માંગણીઓ આભારસ્તુતિ સાથે તમારી અરજો ઈશ્વરને જણાવો. 7 અને ઈશ્વરની શાંતિ, જે બધીજ સમજશક્તિની બહાર છે, તે મસીહ ઈસુમાં તમારાંં મનોને તથા હૃદયોને સ્વસ્થ અને નિશ્ચિંત બનાવશે.

    11 હું આ વાત એટલા માટે નથી કહેતો કે મને તંગી છે, કેમકે ગમે તે પરિસ્થિતીમાં સંતોષથી રહેવા માટે હું શીખ્યો છું. 12 હું જાણું છું કે જરૂરિયાતમાં રહેવું શું છે અને પુષ્કળ થવું પણ જાણું છું, ભલે તૃપ્ત હોઉં કે ભૂખ્યો હોઉં, ભલે પુષ્કળ હોય કે તંગી હોય, હું સર્વ પરિસ્થિતિમાં સંતોષથી રહેવા શીખ્યો છું.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.

Filipenses
Ver todos os capítulos de Filipenses