6 કોઈ પણ બાબતની ચિંતા ન કરો, પણ દરેક બાબત માટે પ્રાર્થના કરો અને તમારી માંગણીઓ આભારસ્તુતિ સાથે તમારી અરજો ઈશ્વરને જણાવો. 7 અને ઈશ્વરની શાંતિ, જે બધીજ સમજશક્તિની બહાર છે, તે મસીહ ઈસુમાં તમારાંં મનોને તથા હૃદયોને સ્વસ્થ અને નિશ્ચિંત બનાવશે.
11 હું આ વાત એટલા માટે નથી કહેતો કે મને તંગી છે, કેમકે ગમે તે પરિસ્થિતીમાં સંતોષથી રહેવા માટે હું શીખ્યો છું. 12 હું જાણું છું કે જરૂરિયાતમાં રહેવું શું છે અને પુષ્કળ થવું પણ જાણું છું, ભલે તૃપ્ત હોઉં કે ભૂખ્યો હોઉં, ભલે પુષ્કળ હોય કે તંગી હોય, હું સર્વ પરિસ્થિતિમાં સંતોષથી રહેવા શીખ્યો છું.