Pular para o conteúdo
Publicidade

હિબ્રૂઓને પત્ર 7:23-27

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

23 જેઓ યાજક થયા તેઓ પુષ્કળ પ્રમાણમાં હતા ખરા, કેમ કે મૃત્યુને લીધે તેઓ સદા રહી શક્યા ન હતા. 24 પણ ઈસુ તો સદાકાળ રહે છે, માટે તેમનું યાજકપદ અવિકારી છે.

25 માટે જેઓ તેમની મારફતે ઈશ્વરની પાસે આવે છે, તેઓનો સંપૂર્ણ ઉદ્ધાર કરવાને ઈસુ સમર્થ છે. કેમ કે દરેકને માટે મધ્યસ્થી કરવાને તેઓ સદા જીવંત રહે છે. 26 તેમના જેવા પ્રમુખ યાજકની આપણને જરૂર હતી, તે પવિત્ર, નિર્દોષ, નિષ્કલંક, પાપીઓથી તદ્દન અલગ છે, અને તેમને આકાશ કરતાં વધારે ઉચ્ચસ્થાને બિરાજવામાં આવેલા છે.

27 પ્રથમ પ્રમુખ યાજકોની માફક તે પોતાના પાપોને સારુ, પછી લોકોના પાપોને સારુ નિત્ય બલિદાન આપવાની તેમને અગત્ય નથી; કેમ કે તેમણે, પોતાનું અર્પણ કરીને એક જ વખતમાં એ કાર્ય પૂર્ણ કર્યું છે.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    23 હવે એ યાજકોમાંના ઘણાં હતાં ખરા, પણ મરણને લીધે તેઓ કાયમ રહી શક્યા નહિ; 24 પણ ઈસુ સદાકાળ જીવંત છે, અને તેમનું યાજકપદ સનાતન છે. 25 આથી જે કોઈ તેમના મારફતે ઈશ્વર પાસે આવે છે, તેઓનો તે સંપૂર્ણ ઉધ્ધાર કરવા તે સમર્થ છે, તેમને માટે મધ્યસ્થી કરવા તેઓ સદા જીવંત છે.

    26 આથી આપણને એવા પ્રમુખયાજકની જરૂર હતી, કે જે પવિત્ર, દોષરહિત, નિષ્કલંક, પાપીઓથી અલગ છે, અને સ્વર્ગમાં સૌથી ઊંચે ચઢાવેલા છે. 27 બીજા પ્રમુખ યાજકોની માફક, તેમણે પોતાનાં અને લોકોનાં પાપો માટે દરરોજ બલિદાન કરવાની જરૂર નથી. કારણ કે તેમણે પોતે એક જ વાર બધાનાં પાપો માટે બલિદાન આપ્યું.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.