23 હવે એ યાજકોમાંના ઘણાં હતાં ખરા, પણ મરણને લીધે તેઓ કાયમ રહી શક્યા નહિ; 24 પણ ઈસુ સદાકાળ જીવંત છે, અને તેમનું યાજકપદ સનાતન છે. 25 આથી જે કોઈ તેમના મારફતે ઈશ્વર પાસે આવે છે, તેઓનો તે સંપૂર્ણ ઉધ્ધાર કરવા તે સમર્થ છે, તેમને માટે મધ્યસ્થી કરવા તેઓ સદા જીવંત છે.
26 આથી આપણને એવા પ્રમુખયાજકની જરૂર હતી, કે જે પવિત્ર, દોષરહિત, નિષ્કલંક, પાપીઓથી અલગ છે, અને સ્વર્ગમાં સૌથી ઊંચે ચઢાવેલા છે. 27 બીજા પ્રમુખ યાજકોની માફક, તેમણે પોતાનાં અને લોકોનાં પાપો માટે દરરોજ બલિદાન કરવાની જરૂર નથી. કારણ કે તેમણે પોતે એક જ વાર બધાનાં પાપો માટે બલિદાન આપ્યું.