Pular para o conteúdo
Publicidade

યોહાન 1:35-40

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

ઈસુના પ્રથમ શિષ્યો

35 વળી બીજે દિવસે યોહાન પોતાના બે શિષ્યોની સાથે ઊભો હતો. 36 તેણે ઈસુને ચાલતા જોઈને કહ્યું કે, ‘જુઓ, ઈશ્વરનું હલવાન!’"

37 તે બે શિષ્યો યોહાનનું બોલવું સાંભળીને ઈસુની પાછળ ગયા. 38 ઈસુએ ફરીને તેઓને પાછળ આવતા જોઈને કહ્યું કે, ‘તમે શું શોધો છો?’ તેઓએ તેમને કહ્યું, ‘રાબ્બી ‘એટલે ગુરુજી,’ તમે ક્યાં રહો છો?’" 39 તેમણે તેઓને કહ્યું કે, ‘આવી અને જુઓ.’ માટે તેઓ ગયા અને ઈસુ જ્યાં રહેતા હતા તે જોયું; તે દિવસે તેઓ ઈસુની સાથે રહ્યા; તે સમયે આશરે સાંજના ચાર વાગ્યા હતા.

40 જે બે શિષ્યો યોહાનનું બોલવું સાંભળીને તેમની પાછળ ગયા હતા, તેઓમાંનો એક સિમોન પિતરનો ભાઈ આન્દ્રિયા હતો.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    35 બીજે દિવસે ફરી યોહાન તેના બે શિષ્યો સાથે ત્યાં હતો. 36 જયારે તેણે ઈસુને ત્યાંથી પસાર થતા જોયા, ત્યારે તેણે કહ્યું, "જુઓ! ઈશ્વરનું હલવાન!"

    37 જયારે તેનાં બે શિષ્યોએ તેને એમ કહેતા સાંભળ્યો, ત્યારે તેઓ ઈસુની પાછળ ગયાં. 38 તેઓને પોતાની પાછળ આવતાં જોઈને ઈસુએ પૂછયું, "તમારે શું જોઈએ છે?"

    તેઓએ પૂછયું, "રાબ્બી, તમે કયાં રહો છો?"

    39 તેમણે જવાબ આપ્યો, "આવો અને તમે જોશો."

    તેથી તેઓ ગયા અને તેઓ જયાં રહેતા હતા તે જોયું, અને તે દિવસ તેઓએ તેમની સાથે વિતાવ્યો. બપોરનાં લગભગ ચાર વાગ્યા હતા.

    40 તે બેમાંનો એક સિમોન પિતરનો ભાઈ આન્દ્રિયા હતો, કે જેણે યોહાનનું બોલવું સાંભળીને ઈસુની પાછળ ગયો.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.