યોહાનના શિષ્યો ઈસુની પાછળ જાય છે
35 બીજે દિવસે ફરી યોહાન તેના બે શિષ્યો સાથે ત્યાં હતો. 36 જયારે તેણે ઈસુને ત્યાંથી પસાર થતા જોયા, ત્યારે તેણે કહ્યું, "જુઓ! ઈશ્વરનું હલવાન!"
37 જયારે તેનાં બે શિષ્યોએ તેને એમ કહેતા સાંભળ્યો, ત્યારે તેઓ ઈસુની પાછળ ગયાં. 38 તેઓને પોતાની પાછળ આવતાં જોઈને ઈસુએ પૂછયું, "તમારે શું જોઈએ છે?"
તેઓએ પૂછયું, "રાબ્બી, તમે કયાં રહો છો?"
39 તેમણે જવાબ આપ્યો, "આવો અને તમે જોશો."
તેથી તેઓ ગયા અને તેઓ જયાં રહેતા હતા તે જોયું, અને તે દિવસ તેઓએ તેમની સાથે વિતાવ્યો. બપોરનાં લગભગ ચાર વાગ્યા હતા.
40 તે બેમાંનો એક સિમોન પિતરનો ભાઈ આન્દ્રિયા હતો, કે જેણે યોહાનનું બોલવું સાંભળીને ઈસુની પાછળ ગયો.