Pular para o conteúdo
Publicidade

યોહાન 3:25-30

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

25 ત્યાં યોહાનના શિષ્યોને એક યહૂદી સાથે શુદ્ધિકરણ વિષે વાદવિવાદ થયો. 26 તેઓએ યોહાનની પાસે આવીને તેને કહ્યું કે, ‘ગુરુજી, જે તારી સાથે યર્દન નદીને પેલે પાર હતા, જેને વિષે તેં સાક્ષી પૂરી છે, તે તો બાપ્તિસ્મા આપે છે અને સઘળાં તેની પાસે આવે છે.’"

27 યોહાને જવાબ આપ્યો કે, ‘જો કોઈ માણસને સ્વર્ગેથી આપવામાં આવ્યું ન હોય, તો તે કંઈ પામી શકતો નથી. 28 તમે પોતે મારા સાક્ષી છો કે, મેં કહ્યું તે પ્રમાણે, હું તો ખ્રિસ્ત નથી, પણ તેમની અગાઉ મોકલાયેલો છું.

29 જેને કન્યા છે તેને જ વર છે; પણ વરનો જે મિત્ર ઊભો રહીને તેનું સાંભળે છે, તે વરના શબ્દોથી બહુ આનંદ પામે છે; માટે મારો એ આનંદ સંપૂર્ણ થયો છે. 30 તે વધતા જાય, પણ હું ઘટતો જાઉં, એ જરૂરનું છે.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    25 તે પ્રસંગે યોહાનના શિષ્યોને કોઇ એક યહૂદી સાથે શુધ્ધિકરણ વિશે વાદવિવાદ થયો. 26 તેઓએ યોહાન પાસે આવીને તેને કહ્યું, "રાબ્બી, જે માણસ યર્દન નદીને પેલે પાર તમારી સાથે હતા, અને જેમનાં સંબંધી તમે સાક્ષી આપી, જુઓ તેઓ બાપ્તિસ્મા આપે છે, અને લોકો તેમની પાસે જાય છે."

    27 આ માટે યોહાને જવાબ આપ્યો, "વ્યકિતને આકાશમાંથી આપવામાં આવ્યું હોય તો જ તે કંઇ પામી શકે છે. 28 તમે પોતે મારા સાક્ષી છો કે, મે કહ્યું, હું મસીહ નથી પણ તેમની આગળ મોકલાયેલો છું. 29 કન્યા વરરાજાની છે, વરરાજાનો મિત્ર જે સાથે છે તે રાહ જોઇને તેનું સાંભળે છે અને જયારે તે વરરાજાનો અવાજ સાંભળે છે, ત્યારે તે બહુ આનંદ પામે છે. એ મારો આનંદ છે અને તે હવે સંપૂણઁ થયો છે. 30 તે વધતા જાય, અને હું ઘટતો જાઉં."

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.