25 તે પ્રસંગે યોહાનના શિષ્યોને કોઇ એક યહૂદી સાથે શુધ્ધિકરણ વિશે વાદવિવાદ થયો. 26 તેઓએ યોહાન પાસે આવીને તેને કહ્યું, "રાબ્બી, જે માણસ યર્દન નદીને પેલે પાર તમારી સાથે હતા, અને જેમનાં સંબંધી તમે સાક્ષી આપી, જુઓ તેઓ બાપ્તિસ્મા આપે છે, અને લોકો તેમની પાસે જાય છે."
27 આ માટે યોહાને જવાબ આપ્યો, "વ્યકિતને આકાશમાંથી આપવામાં આવ્યું હોય તો જ તે કંઇ પામી શકે છે. 28 તમે પોતે મારા સાક્ષી છો કે, મે કહ્યું, હું મસીહ નથી પણ તેમની આગળ મોકલાયેલો છું. 29 કન્યા વરરાજાની છે, વરરાજાનો મિત્ર જે સાથે છે તે રાહ જોઇને તેનું સાંભળે છે અને જયારે તે વરરાજાનો અવાજ સાંભળે છે, ત્યારે તે બહુ આનંદ પામે છે. એ મારો આનંદ છે અને તે હવે સંપૂણઁ થયો છે. 30 તે વધતા જાય, અને હું ઘટતો જાઉં."