Pular para o conteúdo
Publicidade

યોહાન 6:35,51,53,63

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

35 ઈસુએ તેઓને કહ્યું, ‘જીવનની રોટલી હું છું; જે મારી પાસે આવે છે તેને ભૂખ નહિ જ લાગશે અને જે મારા પર વિશ્વાસ કરે છે, તેને કદી તરસ નહિ જ લાગશે.

51 સ્વર્ગમાંથી ઊતરેલી જીવનની રોટલી હું છું; જો કોઈ એ રોટલી ખાય, તો તે સદા જીવતો રહેશે; જે રોટલી હું આપીશ તે મારું માંસ છે, તે માનવજગતના જીવનને માટે હું આપીશ.’"

53 ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, ‘હું તમને નિશ્ચે કહું છું કે, જો તમે માણસના દીકરાનું માંસ ન ખાઓ અને તેનું રક્ત ન પીઓ, તો તમારામાં જીવન નથી.

63 જે જીવાડે છે તે આત્મા છે; શરીરથી કંઈ લાભ થતો નથી. જે બાબતો મેં તમને કહી છે, તે આત્મા તથા જીવન છે.

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    35 ત્યારે ઈસુએ જાહેર કર્યુ, "જીવનની રોટલી હું છું. જે કોઈ મારી પાસે આવે છે તેને ફરી કદી ભૂખ લાગશે નહિ, અને જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે તેને કદી તરસ લાગશે નહિ.

    51 હું જીવંત રોટલી છું કે જે આકાશમાંથી નીચે આવે છે. જે કોઈ આ રોટલી ખાય છે તે સદાકાળ જીવશે. આ રોટલી મારું માંસ છે, જે હું જગતના જીવનને માટે આપીશ."

    53 ઈસુએ તેઓને કહ્યું, "હું તમને સાચે જ કહું છું કે: જયાં સુધી તમે માણસના દીકરાનું માંસ ન ખાઓ અને તેનું લોહી ન પીઓ તો તેમને તેનામાં જીવન નથી.

    63 આત્મા જીવન આપે છે. માંસથી કંઇ લાભ થતો નથી. જે વચનો મેં તમને કહ્યાં, તે આત્માથી ભરપૂર અને જીવન છે.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.