35 ત્યારે ઈસુએ જાહેર કર્યુ, "જીવનની રોટલી હું છું. જે કોઈ મારી પાસે આવે છે તેને ફરી કદી ભૂખ લાગશે નહિ, અને જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે તેને કદી તરસ લાગશે નહિ.
51 હું જીવંત રોટલી છું કે જે આકાશમાંથી નીચે આવે છે. જે કોઈ આ રોટલી ખાય છે તે સદાકાળ જીવશે. આ રોટલી મારું માંસ છે, જે હું જગતના જીવનને માટે આપીશ."
53 ઈસુએ તેઓને કહ્યું, "હું તમને સાચે જ કહું છું કે: જયાં સુધી તમે માણસના દીકરાનું માંસ ન ખાઓ અને તેનું લોહી ન પીઓ તો તેમને તેનામાં જીવન નથી.
63 આત્મા જીવન આપે છે. માંસથી કંઇ લાભ થતો નથી. જે વચનો મેં તમને કહ્યાં, તે આત્માથી ભરપૂર અને જીવન છે.