Pular para o conteúdo
Publicidade

યોહાન 9:18-23

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

18 પણ યહૂદીઓએ તે દેખતા થયેલાનાં માતાપિતાને બોલાવ્યા ત્યાં સુધી તેઓ તેને વિષે માનતા ન હતા કે, તે અંધ હતો અને દેખતો થયો છે.

19 તેઓએ તેમને પૂછ્યું કે, ‘શું આ તમારો દીકરો છે, જેને વિષે તમે કહો છો કે, તે જન્મથી અંધ હતો? તો પછી તે કેવી રીતે દેખતો થયો છે?’" 20 તેનાં માતાપિતાએ ઉત્તર આપ્યો કે, ‘તે અમારો દીકરો છે અને જન્મથી અંધ હતો, તે અમે જાણીએ છીએ. 21 પણ હમણાં તે કેવી રીતે દેખતો થયો છે, તે અમે જાણતા નથી; અને તેની આંખો કોણે ઉઘાડી તે પણ અમે જાણતા નથી; તે પુખ્તવયનો છે; તેને પૂછો, તે પોતે કહેશે.’"

22 તેનાં માતાપિતા યહૂદીઓથી ડરતા હતાં માટે તેઓએ તેમ કહ્યું; કેમ કે યહૂદીઓએ અગાઉથી એવો ઠરાવ કર્યો હતો કે, ‘તે ખ્રિસ્ત છે’ એવું જો કોઈ કબૂલ કરે, તો તેને સભાસ્થાનમાંથી કાઢી મૂકવો. 23 માટે તેનાં માતાપિતાએ કહ્યું કે, ‘તે પુખ્તવયનો છે, તેને પૂછો.’"

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    18 તેઓએ તેનાં માબાપને બોલાવ્યાં ત્યાં સુધી હજું પણ તેઓ વિશ્વાસ કરતા ન હતા કે અંધને તેની દ્રષ્ટિ મળી છે. 19 તેઓએ પૂછયું, "શું આ તમારો દીકરો છે, જેને વિશે તમે કહો છો કે તે જન્મથી જ અંધ હતો? તો હવે તે શી રીતે દેખતો થયો છે?"

    20 માબાપે જવાબ આપ્યો, "અમે જાણીએ છીએ કે તે અમારો દીકરો છે, અને અમે જાણીએ છીએ કે તે જન્મથી અંધ હતો; 21 પણ હવે તે કેવી રીતે દેખતો થયો અને તેની આંખો કોણે ઉઘાડી તે અમે જાણતા નથી. તે પુખ્ત વયનો છે, તેને જ પૂછી જુઓ, તે પોતે જ કહેશે." 22 તેના માબાપ યહૂદી આગેવાનોથી બીતા હતાં માટે તેઓએ એમ કહ્યું, કેમકે તેમણે અગાઉથી ઠરાવ કયોઁ હતો, કે ઈસુ તે જ મસીહ છે તેવું કબૂલ કરનારને સભાસ્થાનની બહાર મૂકવો. 23 તેથી તેનાં માબાપે કહ્યું હતું કે, "તે પુખ્ત વયનો છે, તેને પૂછો."

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.