Pular para o conteúdo
Publicidade

લૂક 10:33-37

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

33 પણ એક સમરૂની તે રસ્તે મુસાફરીએ જતા જ્યાં તે પડ્યો હતો ત્યાં આવ્યો, અને એને જોઈને તેને અનુકંપા આવી. 34 તે તેની પાસે ગયો, અને તેના ઘા પર તેલ તથા દ્રાક્ષારસ રેડીને પાટા બાંધ્યા, અને તેને પોતાના જાનવર પર બેસાડીને તેને સરાઈમાં લઈ ગયો, અને તેની સારવાર કરી. 35 બીજે દિવસે તેણે બે દીનાર ઉતારાવાળાને આપ્યા, અને તેને કહ્યું કે, તેની સારવાર કરજે, એ કરતાં જે કંઈ વધારે ખર્ચ તને લાગશે તે હું પાછો આવીશ ત્યારે તને ભરપાઈ કરીશ.’"

36 ‘હવે તું શું ધારે છે, લૂંટારાના હાથમાં પડેલા માણસનો પડોશી એ ત્રણમાંથી કોણ કહેવાય?’" 37 તેણે કહ્યું કે, ‘જેણે તેના પર દયા કરી તે.’ અને ઈસુએ તેને કહ્યું કે, ‘તું જઈને એ પ્રમાણે કર.’"

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    33 પણ એક સમરૂની ત્યાં થઈને નીકળ્યો, જયાં તે માણસ હતો ત્યાં આવ્યો, જયારે તેને જોઇને તેને તેના પર દયા આવી. 34 તે તેની પાસે ગયો તેના ઘા પર તેલ અને દ્રાક્ષારસ રેડીને પાટા બાંધ્યા. પછી તે તેને પોતાના ગધેડાં પર બેસાડીને ધર્મશાળામાં લઈ ગયો અને તેની સારવાર કરી. 35 બીજે દિવસે ધર્મશાળાનાં વ્યવસ્થાપકને બે દીનાર આપતાં કહ્યું, ‘તેની સારવાર કરજો, અને તેમ કરતાં જો વધારે ખર્ચ થશે તો પાછા ફરતાં હું તે જરૂર ભરપાઈ કરી આપીશ.’

    36 "હવે લૂંટારાનાં હાથમાં પડેલા માણસનો પાડોશી એ ત્રણમાંથી કોણ? તું શું ધારે છે."

    37 નિયમશાસ્ત્રના પંડિતે જવાબ આપ્યો, "જેણે, તેના તરફ દયા દર્શાવી તે જ."

    ઈસુએ તેને કહ્યું, "તો તું જઈને એ પ્રમાણે કર."

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.