33 પણ એક સમરૂની ત્યાં થઈને નીકળ્યો, જયાં તે માણસ હતો ત્યાં આવ્યો, જયારે તેને જોઇને તેને તેના પર દયા આવી. 34 તે તેની પાસે ગયો તેના ઘા પર તેલ અને દ્રાક્ષારસ રેડીને પાટા બાંધ્યા. પછી તે તેને પોતાના ગધેડાં પર બેસાડીને ધર્મશાળામાં લઈ ગયો અને તેની સારવાર કરી. 35 બીજે દિવસે ધર્મશાળાનાં વ્યવસ્થાપકને બે દીનાર આપતાં કહ્યું, ‘તેની સારવાર કરજો, અને તેમ કરતાં જો વધારે ખર્ચ થશે તો પાછા ફરતાં હું તે જરૂર ભરપાઈ કરી આપીશ.’
36 "હવે લૂંટારાનાં હાથમાં પડેલા માણસનો પાડોશી એ ત્રણમાંથી કોણ? તું શું ધારે છે."
37 નિયમશાસ્ત્રના પંડિતે જવાબ આપ્યો, "જેણે, તેના તરફ દયા દર્શાવી તે જ."
ઈસુએ તેને કહ્યું, "તો તું જઈને એ પ્રમાણે કર."