Pular para o conteúdo
Publicidade

લૂક 18:15-17

IRVGUJ Indian Revised Version Gujarati - 2019

નાનાં બાળકોને આશીર્વાદ

15 તેઓ ઈસુ પાસે પોતાનાં બાળકો પણ લાવ્યા, એ સારુ કે તે તેઓને આશીર્વાદ આપે. પણ શિષ્યોએ તેઓને ધમકાવ્યાં. 16 તેથી ઈસુએ તેઓને બોલાવીને કહ્યું કે, ‘બાળકોને મારી પાસે આવવા દો, ને તેઓને અટકાવો નહિ; કેમ કે ઈશ્વરનું રાજ્ય એવાઓનું જ છે. 17 હું તમને નિશ્ચે કહું છું કે, જે કોઈ બાળકની માફક ઈશ્વરનું રાજ્ય સ્વીકારશે નહિ, તે તેમાં પ્રવેશી શકશે નહિ.’"

માથ. 19:16-30; માર્ક 10:13-31

Em outras traduções

  1. OGCB Bíblia Contemporânea Aberta Gujarati

    15 લોકો પોતાનાં બાળકોને ઈસુ પાસે લાવ્યાં કે તેઓ તેમના પર પોતાના હાથ મુકે. જયારે શિષ્યોએ આ જોયું, ત્યારે તેઓએ તેમને ધમકાવ્યા. 16 પરંતુ ઈસુએ બાળકોને પોતાની પાસે બોલાવ્યાં અને કહ્યું, "નાના બાળકોને મારી પાસે આવવાં દો અને તેઓને રોકશો નહિ! કેમકે ઈશ્વરનું રાજ્ય એવાઓનું જ છે. 17 હું તમને સાચું કહું છું કે; જે કોઇ ઈશ્વરનું રાજ્ય બાળકની જેમ નહિ સ્વીકારે તે તેમાં પ્રવેશી શકશે નહિ."

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.