નાના બાળકો અને ઈસુ
15 લોકો પોતાનાં બાળકોને ઈસુ પાસે લાવ્યાં કે તેઓ તેમના પર પોતાના હાથ મુકે. જયારે શિષ્યોએ આ જોયું, ત્યારે તેઓએ તેમને ધમકાવ્યા. 16 પરંતુ ઈસુએ બાળકોને પોતાની પાસે બોલાવ્યાં અને કહ્યું, "નાના બાળકોને મારી પાસે આવવાં દો અને તેઓને રોકશો નહિ! કેમકે ઈશ્વરનું રાજ્ય એવાઓનું જ છે. 17 હું તમને સાચું કહું છું કે; જે કોઇ ઈશ્વરનું રાજ્ય બાળકની જેમ નહિ સ્વીકારે તે તેમાં પ્રવેશી શકશે નહિ."